વાત ફરી ફરી એજ કરુ છુ
ડમરી આગળ રેત ધરુ છુ
ખોટ શેની છે મને? કઈ સમજાતુ નથી
કેમ હું કારણ વગર રોયા કરુ છુ
પાપ ના પિંડ સાથે રમી આ ખેલ જીવનના
કાદવ થી પુણ્ય ધોયા કરુ છુ
ઝાંકળ થી ડાળખું આખુ ઝૂકી ગયુ,
અને હું આંબા ડાળે ઝૂલ્યા કરુ છુ.
મૌલિક નાગર
“વિચાર”
વાત ફરી ફરી એજ કરુ છુ
ડમરી આગળ રેત ધરુ છુ
ખોટ શેની છે મને? કઈ સમજાતુ નથી
કેમ હું કારણ વગર રોયા કરુ છુ
પાપ ના પિંડ સાથે રમી આ ખેલ જીવનના
કાદવ થી પુણ્ય ધોયા કરુ છુ
ઝાંકળ થી ડાળખું આખુ ઝૂકી ગયુ,
અને હું આંબા ડાળે ઝૂલ્યા કરુ છુ.
મૌલિક નાગર
“વિચાર”
“પાંપણ નમી
મધુર કલરવ
શ્વેતરજની”
સુગંધીત ઓરડા માં આછાપાતળા પ્રકાશ માં સુશોભીત ડાળખી સમા પલંગ ઉપર પર્ણો ની ચુંદડી ઓઢીને એક કુમળી કળી બેઠી છે.
અગ્નિ ની સાક્ષી એ ઘડીકભર પહેલા જ માનેલા પરમ ઈશ્વર ની રાહ જોઈ રહી છે. ગણતરીની પળો માં ઔપચારિક વિધિ પતાવી ને નવા જ ઘાટ લીધેલા સંબંધ એટલે કે પતિદેવ ના પગલા સંભળાય છે, અને દરવાજા ને આંકડી મારવા નો અવાજ કાન પર પડે છે.
હોડી જેમ નદી ના પાણી ને આકાર આપતી આગળ ધપતી હોય તેમ યુવાન પણ એક સંબંધ ને આકાર આપવા પલંગ સુધી પહોચે છે.
ઝાડ પરની ડાળખી ઓ ને આઘીપાછી કરી ને કોઈ મીઠા પાકી ગયેલા ફળ ની શોધ કરતુ હોય તેમ યુવાન પાંદડા સમી અર્ધ્મુખ સુધી ઓઢેલી ઓઢણી ઉઠાવવા પ્રયન્ત કરે છે. નાજુક હોઠ ના દર્શન થાય છે અને એ સુંદર સ્ત્રી જાણે આજ ની રાત્રે જ કાળી માંથી સુગંધીત પુષ્પ બની ને ખીલવાની હોય તેમ ટટ્ટાર થઇ ને કંપી ને ડોલી ઉઠે છે. શરમ અને હયા ની સાથે ધબકારા થી એની ફળદ્રુપ છાતી મંગળસૂત્ર સાથે ઉછળવા માંડે છે.
યુવાન ની સંગીતમય આંગળીયો યુવતી ના નાજુક ગાલ ઉપર સ્પર્શ કરીને લગ્ન ની પ્રથમ રાત્રી નો પ્રથમ પવિત્ર અનુભવ કરાવે છે. અને યુવતી પણ પાંપણ નીચે ઝુકાવી ને યુવાન ને પોતાના માં સમાઈ જવાનું આમંત્રણ આપે છે.
આખા દિવસ ના સૂરપાન પછી રસપાન ની ઉતાવળે ચઢેલા યુગલ કોઈ કાલ્પનિક અને સૌંદર્યસભર દુનિયા માં વહી જાય છે. એકબીજા ની આંખો માં ઘડીકભર ઊંડે ઉતર્યા પછી યુવાન યુવતી ના દરેક અંગ ને નાજુકતા થી સ્પર્શ કરી રાતરાણી નું આગમન કરે છે.
યુવાન પોતાના પરિપક્વ હોઠ થી યુવતી ના સ્વપ્નો ભરેલી કથ્થઈ ઘેરી આંખો ને ભીંજવી દે છે. યુવક એ પ્રેમયાત્રા ને થોડો નીચો નમી ને આગળ ધપાવે છે અને નાભી ને ચુંબન કરતા ની સાથે યુવક ના આંખ ની પોચી પાંપણ યુવતી ના સ્તનમંડળ ને અડકતા જ યુવતી કોઈક સૂરીલી રચના ઉચ્ચારી ઉઠે છે અને એની નાભી માંથી ભીંજીત સરગમ ની વર્ષા થતી હોય તેમ યુગલ પોતાના સહજીવન ની સૂરીલી, રસીલી અને કદી ના ભૂલાય એવી મધુરરજની ની મધ્ય માં પહોંચે છે. બહાર પક્ષી ઓ નો મધુર કલરવ યુગલ ના સૂરો માં સમાઈ જાય છે અને એ શ્યામ રજની ની યાત્રા શ્વેતરજની નો આકાર લે છે.
મૌલિક રામી
“વિચાર”
કેટલી તે ઉઘાડી પાડુ મારી જાત ને
તુ જ કેહ કોને છેતરુ દિવસ ને કે રાત ને?
ઝાંઝવા સાથે ની આ હરીફાઇ મા
આ નાજુક પાપણો એ થકવી દીધી વરસાદ ને
હ્રદયના ધબકારા ની લય સાથે
કેટલી તે દુશ્મની મારા શ્વાસ ને
આંખો મીંચી ને ઘણું ચાલતા ચાલતા
મળ્યો મારી જ દફનાયેલી શરૂઆત ને
લિંપણ કલા શિખ્યો હોઇશ તુ “વિચાર”
હવે સલામી આપ આ એક અદ્ભૂત મુલાકાત ને.
મૌલિક નાગર
“વિચાર”
“મોરલા નાચે
માંડવો સૂનમૂન
ખભો ભીંજાયો”
માણસ ના જીવન નો એક નિર્ણાયક પડાવ એટલે “લગ્ન”.
ખુશી નો અવસર. મોજ ની હેલી. આશીર્વાદો ની વર્ષાઋતુ. ઋતુ કોઈ પણ હોય, મુર્હત ક્યારનું પણ હોય પણ એમાં હર્ષોલ્લાસ નો ભેજ તો હોય જ.
આમ તો મોરલા શ્રાવણ ભાદરવા મા જ જ્યારે શ્યામ વાદળો ની યાત્રા નીકળે ત્યારે જ નાચતા હોય છે. પણ લગ્નના અવસર મા કોઈ પણ ઋતુ હોય મોરલા આખાય પરિવાર ને આશીર્વાદ આપવા અચૂક આવે. અત્યાર ના સમયમા પશુ પક્ષીઓ ના ઘર તોડી આપણે આપણા ૮ – ૧૦ માળ ના ઘર બનાવી દીધા છે.
એટલે મોરલા ઓ ભીંત ઉપર નચાવા પડે છે.
લગ્નનો દિવસ આવે છે, તડામાર તૈયારીયો ની નિર્ણાયક ઘડી આવે છે. નાચ, ગાયનો, સુગંધિત વાતાવરણ અને લાલ પીળા દિવડા ઓ ની વચ્ચે શુદ્ધ મંત્રોચાર ચાલી રહ્યા છે.
સવા બે કલાક ની વિધિ પછી દીકરી વિદાય ની ઘડી આવે છે. માંડવા સામે કોઈ જોતુ પણ નથી. એ સૂનમૂન માંડવો નવદંપતી ના લગ્નની શાક્ષી જ બની ને રહી જાય છે.
દીકરી વિદાય વખતે પિયર પક્ષ અને સાસરીયા પક્ષ ની સ્ત્રીઓ ના મોઢા પર ની લાલાશ ફિક્કી થઈ ગઈ હોય છે. અશ્રુભીની આંખે બધા દીકરી ને વિદાય આપી રહ્યા હોય છે. દીકરી બધા સ્નેહસબંધી, સગાવહાલા, નાના મોટા ભાઈ, બહેન, માઁ બધાને વળગી ને છેલ્લે બાપ ને ભેટવા નો વારો આવે છે. બાપ ના ખભા ઉપર માથુ મુકીને રડે છે અને બાપ ના ચકચકિત આભલાવાળા ઝભ્ભા ઉપર આંસુઓ ની છાર બાઝી જાય છે. બાપ નો ખભો આંસુઓ થી ભીંજાઈ જાય છે. અને દરેક બાપ દીકરી ને એક જ શિખામણ આપે છે કે બેટા એ ઘર મા સુખ હોય કે દુઃખ હવે તારું સાસરુ જ તારું ઘર છે. અને ભીંજાયેલા ખભે બાપ બીજી જવાબદારીઓ માં વ્યસ્ત થઇ જાય છે
મૌલિક રામી
“વિચાર”
“સ્ત્રી”. “સ્ત્રી” શબ્દ હમેશા રસપ્રદ લાગે. છાપામા, સામયિકમા કે કોઈ પણ લખાણમા જો “સ્ત્રી” શબ્દ લખાયો હોય તો તરત જ એ શબ્દ ઉડીને આંખે વળગે.
જ્યારે પણ બે સ્ત્રીની ચર્ચા થાય તો સ્વાભાવીકપણે આપણે પત્ની અને માની જ વાત કરતા હોઈએ છીએ. પણ ત્રીજું પણ બહુ જ અગત્યનું પાત્ર છે પુરુષના જીવનમા.
ત્રીજી સ્ત્રી જે હમેશા વાત્સલ્યથી ભરપૂર હોય છે, તે છે “બહેન”. બહેન નાની હોય કે મોટી એના સ્પર્શમા ગજબની ઉષ્મા હોય છે, એની નજરમા ટાઢક હોય છે. શબ્દે શબ્દમા ભાઈની સફળતાની જ પ્રાર્થના.
વ્હાલ ની મૂર્તિ અને હમેશા હકાર ના હાલરડાં ગાતી બહેનો ને આ કાવ્ય સમર્પિત.
વ્હાલ ની મૂર્તિ “સ્ત્રી”
વ્યાખ્યા નથી કોઈ આ કલમની
એ તો ભીતરની લાગણી છે
તારા મુખ દ્વાર પર એ મધુર સ્મિત ,
જે તારા વ્હાલની મૂંગી વાણી છે
હૃદયથી પહોંચું તમારા સુધી
આ whatsapp, facebookની વાત પુરાણી છે,
તારા પારિજાતના હાલરડાંમા
ભાઈની સફરતાની પ્રાર્થના સમાણી છે,
સવાર હોય કે સાંજ જીવનની
એ તો હેતથી ભીંજતી નારી છે
વ્યાખ્યા નથી કોઈ આ કલમની
એ તો ભીતરની લાગણી છે.
મૌલિક નાગર
“વિચાર”