
આવેગમાં આવેલ આ મહામારીને નાથવા,
રાત દિવસ જાગતા,
ખડે પગે ભાગતા,
દેવ જેવા લાગતા,
મારા દાક્તર મિત્રોને સલામ છે.
પોતાની પરવાહ નથી માત્ર સમાજ માટે,
જવાબદારી બમણી છે,
સેવાની લાગણી છે,
સંભાળની માંગણી છે,
એવા મારા દાક્તર મિત્રોને સલામ છે.
મોતના હિલ્લોળા ખાતા દર્દીને બાથ ભરી,
સ્નેહની હૂંફ આપી
સ્મિતથી ફૂંક આપી,
સુકુનનું સુખ આપી
એવા મારા દાક્તર મિત્રોને સલામ છે.
આપ સૌ મારા પરિવારના મિત્રો છો,
સમાજના મિત્રો છો,
આપ હકારની મશાલ છો,
અને હૃદયથી વિશાળ છો.
સર્વે કર્મ સૈનિકોની હાજરીનું મને ગર્વ છે,
આપ સૌની સફળતાનો આ અનેરો પર્વ છે.
સમય તો માત્ર માંગ છે
પણ હૃદયથી
એકએક ક્ષણ આપને શબ્દોના ગડગડાટથી નતમસ્તક કોટી કોટી વંદન.
મૌલિક “વિચાર”
તા ૨૨/૦૩/૨૦૨૦