Month: April 2020

વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ

વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ – મૌલિક “વિચાર”

અમીદ્રષ્ટિનું અલ્પવિરામ

હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.

ઠેર ઠેર આજ અજંપો વર્તાયો છે, કેમ કરે છે તું પરીક્ષા?
તારા અનુરાગની જાણ છે હૃદયને, તારી અમૃતવાણીની જ પ્રતીક્ષા.

તું જ છે તારી રચનાનો સારથી અને તું જ આ પિંડનો તારણહાર.
અમ કૂંપણ જીવ કરમાય તે પહેલા દે આશિષ પારાવાર.

એક આભ નીચે અમે એક જ માના બાળક
તને અરજ અમે કરીયે છીએ.
થાપણ લઇ આ સત્કર્મોની,
અનેક સદ્દવિચાર ધરીએ છીએ.

હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.
– મૌલિક “વિચાર”

સ્પર્શ

“સ્પર્શ આપણી લાગણીનો દસ્તાવેજ છે,
આંખના ખુણે આજે હરખનો ભેજ છે,
હે જનેતા કઈ રીતે વ્યક્ત કરું આ ઋણાનુબંધ,
મારી પાસે તો શબ્દો જ સહેજ છે.” – મૌલિક “વિચાર”