કવિતા

અમીદ્રષ્ટિનું અલ્પવિરામ

હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.

ઠેર ઠેર આજ અજંપો વર્તાયો છે, કેમ કરે છે તું પરીક્ષા?
તારા અનુરાગની જાણ છે હૃદયને, તારી અમૃતવાણીની જ પ્રતીક્ષા.

તું જ છે તારી રચનાનો સારથી અને તું જ આ પિંડનો તારણહાર.
અમ કૂંપણ જીવ કરમાય તે પહેલા દે આશિષ પારાવાર.

એક આભ નીચે અમે એક જ માના બાળક
તને અરજ અમે કરીયે છીએ.
થાપણ લઇ આ સત્કર્મોની,
અનેક સદ્દવિચાર ધરીએ છીએ.

હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.
– મૌલિક “વિચાર”

દરેક કર્મ સૈનિકોને વંદન

આવેગમાં આવેલ આ મહામારીને નાથવા,
રાત દિવસ જાગતા,
ખડે પગે ભાગતા,
દેવ જેવા લાગતા,
મારા દાક્તર મિત્રોને સલામ છે.

પોતાની પરવાહ નથી માત્ર સમાજ માટે,
જવાબદારી બમણી છે,
સેવાની લાગણી છે,
સંભાળની માંગણી છે,
એવા મારા દાક્તર મિત્રોને સલામ છે.

મોતના હિલ્લોળા ખાતા દર્દીને બાથ ભરી,
સ્નેહની હૂંફ આપી
સ્મિતથી ફૂંક આપી,
સુકુનનું સુખ આપી
એવા મારા દાક્તર મિત્રોને સલામ છે.

આપ સૌ મારા પરિવારના મિત્રો છો,
સમાજના મિત્રો છો,
આપ હકારની મશાલ છો,
અને હૃદયથી વિશાળ છો.

સર્વે કર્મ સૈનિકોની હાજરીનું મને ગર્વ છે,
આપ સૌની સફળતાનો આ અનેરો પર્વ છે.
સમય તો માત્ર માંગ છે
પણ હૃદયથી
એકએક ક્ષણ આપને શબ્દોના ગડગડાટથી નતમસ્તક કોટી કોટી વંદન.
મૌલિક “વિચાર”
તા ૨૨/૦૩/૨૦૨૦

સગપણની જીત

સગપણની જીત

તારા પ્રશ્નોના ખૂણામાં એક જ ફરિયાદ છે,
મારા ઉત્તરના આંગણે એક હરખતું સ્મિત.
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.

વેરાઈ જાય આંખોના સપનાઓ તોય નહીં
બદલાશે આ જીવવાની રીત,
કોઈ કહેશે અમે લાડકવાયા છીએ અને
કોઈ કહે અમે નંદવાયેલી ભીત.

મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.

વહેતા પવનને આપી દિશા સુગંધની,
રેલાય છે તારા સંગનું સંગીત.
નજરની ભાષાને શણગારુ આંખોથી,
અદબથી શીખવી તમે શબ્દોની શિસ્ત
મોકલી પ્રભાતમાં સંદેશા અમને
લાગે થાય આપણા આ સગપણની જીત.
મૌલિક “વિચાર”

આંખ જ સ્નેહનો દરિયો છે તારી, તારી આંખ જ મારુ દર્પણ.

ankj-sneh-no-dariyoઆંખ જ સ્નેહનો દરિયો છે તારી, તારી આંખ જ મારુ દર્પણ.
આંખ જ નશીલો ડંખ છે સાજન, તારી આંખ જ સૂરોનું સગપણ.
તારી આંખમાં મારી જવાની ડોલે, તન અને મનમાં સરગમ બોલે,
તારા આંખમાં રમતી કિકિઓમાં જ,  મારા વિચારોનું થતું સર્જન.
તારી આંખને આવી તેં કેવી ભાષા, બુઠ્ઠી કરે મારી કલમની અણીઓ,
તારી આંખનાં બસ એક જ પલકારે, નાસી છુટે મારુ ઘડપણ.
તારી આંખમાં વસતી આ ચાંદનીમાં, ભીનું થઈ જાય આ સૂકું રણ.
તારી આંખ મારા હૃદયનું સરનામું, તારી આંખ આ અતૂટ સંબંધની સમજણ.
આંખ જ સ્નેહનો દરિયો છે તારી, તારી આંખ જ મારુ દર્પણ..

મૌલિક “વિચાર”

ચંદ્રનો અખૂટ શ્વાસ છે તું ચાંદની.

તેં જેવો શ્વાસ આપણી દોસ્તીને આપ્યો,
એવો વિશ્વાસનો અહેસાસ છે તું ચાંદની.

મેઘધનુષનાં રંગ પણ ફિક્કા છે,
આ દોસ્તીનો ઘેરો રંગ છે તું ચાંદની.

નવા સંબંધમાં જોડાઇ રહી તું આજે,
એ પરિવારને સોગાત છે તું ચાંદની.

મને પૂરો વિશ્વાસ છે તારી કાબિલિયત પર,
જન્મો જન્મનો અજોડ સંગાથ છે તું ચાંદની.

નામ તારું ચાંદની છે એટલે જ
 ચંદ્રનો અખૂટ શ્વાસ છે તું ચાંદની.

– મૌલિક “વિચાર”⁠⁠⁠⁠

======================================================================

Please click below to download VICHARYATRA September 2016 edition VICHARYATRA SEPTEMBER 2016

તારી તે કેવી કડવી છે વાણી મારી રાણી આ તો કેવી અજબ જેવી વાત છે

tari-te-kevi-kadavi-chhe-vaaani

(રાગ : આ તો કેવી અજબ જેવી વાત છે)

તારી તે કેવી કડવી છે વાણી મારી રાણી,
આ તો કેવી અજબ જેવી વાત છે.

તારું તડબૂચ જેવું મોઢું, જોઇ ઊંઘી પૂંછડીએ દોડુ,
આ તો કેવી અજબ જેવી વાત છે.

તારી ફેલાયેલી કાયા જાણે લીમડાની ઘેરી છાયા,
આ તો કેવી અજબ જેવી વાત છે..

તારો સ્પર્શ વીજળીનો કંપ, “શ્વાસ” હવા પુરવાનો પંપ,
આ તો કેવી અજબ જેવી વાત છે..

નાક તારું ચીબું જાણે કટાઈ ગયેલું છીબું,
આ તો કેવી અજબ જેવી વાત છે..

મન મોહક તારી અદા, જાણે હનુમાનજીની ગદા
આ તો કેવી અજબ જેવી વાત છે..

મૌલિક “વિચાર”

ધૂળનો રંગ

maulik kavita cafe

ધૂળનો રંગ

માફ કર મને માઁ, હું તો ઘવાયો
અને તારી આ બદામી ધૂળનો રંગ પણ રાતો કર્યો.
શ્વાસની ક્યાંક
તો
હજી કૂંપળ ફૂટી હતી,
તારા ખોળામાં મારી જવાનીનું
હજી ફૂલ ખીલ્યું હતું
અને એક અવાજ…
મને ભૂખરો કંકુ કરી ગઈ…
માફ કર મને માઁ,
હું તો ઘવાયો
તારી રક્ષાનું સ્વપ્ન પૂરું કરવા
હું જવાન થયો
પણ
આ એક અવાજ…
મારા મને ક્યાં રાત હતી
ક્યાં દિવસ હતો..
ક્ષણે ક્ષણ
બસ તારી રક્ષા
અને
મારો ઋણ સ્વીકાર,
મારી આ અંતિમ ક્ષણ
પછી
બધાં કહેશે કે મેં મારી માઁ માટે બલિદાન આપ્યું,
પણ, હે માઁ સાચ્ચે હું દાન આપી શકું?!
આ તો ઋણ ચૂકવું છું,
જે ભવોભવમાં ક્યારેય ઉતરવાનું નથી
માઁ..
નિંદર તો એક પંખીનું નામ હતું,
જેને તારી રક્ષા કાજે ક્યારનું ઉડતું મૂકી દીધું હતું,
પણ આજ લાગે છે કે,
આ સુકાયેલી ડાળખી જેવાં શરીર ઉપર
પાછું આવીને બેઠું છે
હંમેશા માટે….

મૌલિક “વિચાર”

ગુરુ વંદન

ઈશ્વરે તો આ જીવ આપ્યો,
માઁએ આપ્યો દેહ,
પણ હે ગુરુવર તું કાળ વિમુખી,
તું ગુરુ જ નહીં સદૈવ

સપના જોતાં શીખવ્યું અને
મને એક “વિચાર” બનાવ્યો,
પંખી તો હું હતો જન્મથી,
તેં પાંખ લગાવી ઉડાવ્યો.

અકળ વિશ્વમાં સફળ બનાવી
મને બળના શીખવ્યા પાઠ,
કળ બુદ્ધિની વાચા આપી,
અમર કર્યો સંગાથ..

શ્વાસે શ્વાસે વિશ્વાસના ઘૂંટડા,
એનાં એક સ્પર્શમાં સિદ્ધિ,
કોટી કોટી વંદન તુજને,
તારી હાજરી જ બને મારી પ્રસિદ્ધિ.

  • મૌલિક “વિચાર”

બસ તારો કરું વિચાર…

સરકી હાથેથી આ પળ,
છાંયામાં તપી સફર.
નફરત ન હતી છતાંયે,
મળ્યું અડધું સદાયે.
સમજણ કેટલી અધૂરી હતી,
શબ્દે શબ્દે વધતી દૂરી હતી
બસ તારો કરું વિચાર…

હળવે હળવે મલકાવું,
વફાથી ધૂળને સજાવું.
પ્રેમની કેટલી હતી આશા,
વળગી અંતરની નિરાશા.
બસ તારો કરું વિચાર…

નસીબે તો સાથ ન દીધો,
માણસનેય સમયથી પારખી લીધો.
હળવેથી પંપાળી હર પળ,
છાંયામાં તપી સફર
બસ તારો કરું વિચાર…

– મૌલિક “વિચાર”

પ્રહ્લાદની જેમ વગર કારણે જ બળાયા અમે.

શબ્દોની માયાજાળમાં ફસાયા અમે,
શુન્યથી સો થયા પછી ભુસાંયા અમે.

તમે તો સોનાની પાટની જેમ લદાયાતા હતા,
તમારી પાછળ વગર ધને જ લુંટાયા અમે.

તમારી કાળી ઘેરી લટોમાં આંગળીઓ ક્યાં હતી અમારી,
બસ હંમેશાની જેમ વિરહના વાદળોથી જ ઘેરાયા અમે.

સંબંધ તો કોરા કાગળ ઊપર જ રહી ગયા,
તમારી ભીંની યાદોથી જ ધરાયા અમે.

હોળીના રંગ તો તમારી આંખ અને ગાલ પર હતા
પ્રહ્લાદની જેમ વગર કારણે જ બળાયા અમે.

મૌલિક નાગર
“વિચાર”

Protected by Copyscape Originality Check