ચાર પાનાં વિચારનાં
Vicharyatra April/May 2018
પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazineના એપ્રિલ/મે 2018ના અંકને download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
Vicharyatra April/May 2018
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
Vicharyatra Feb-March 2018
પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazineના ફેબ્રુઆરી માર્ચ 2018ના અંકને વિનામૂલ્યે download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
Vicharyarta Feb-March 2018
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
VICHARYATRA E-MAGAZINE DEC/JAN 2018
પ્રિય વાંચક મિત્રો,
ભારતના ૬૯માં પ્રજાસત્તાક દિનની આપ સર્વેને અઢળક શુભેચ્છાઓ. આમ કહીએ તો આ દિવસે આપણા રાષ્ટ્રગ્રંથને અમલમાં મુકાયો હતો. જે દરેક ધર્મગ્રંથ જેટલો જ પવિત્ર છે. આ શુભ દિવસે મા ગુર્જરીના ખોળે વિચારયાત્રાનો માસિક અધ્યાય અર્પણ કરતાં ગર્વ અનુભવું છું.
વિચારયાત્રા ઇ-મેગેઝીનના જાન્યુઆરી ૨૦૧૮ના અંકને વિનામૂલ્યે આપના ફોન કે કોમ્પ્યુટરમાં download કરવાં નીચે આપેલ લિંક પર ક્લીક કરો.
VICHARYATRA E-MAGAZINE JAN 2018
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
Vicharyatra E-magazine/Free Magazine NOVEMBER 2017
CLICK On The Link Given Below To Download
Vicharyatra E-magazine/Free Magazine November 2017 Edition
VICHARYATRA E-MAGAZINE/FREE MAGAZINE NOVEMBER 2017
Thanking young and talented PARAM SHAH to design Cycle sketch on Front page. Respect your Art Param. Thank you for your time.
Thanking you Dineshbhai Desai to spend your time with me to know more about you and execute your meeting as in “અોળખ” section.
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
Vicharyatra E-magazine/Free Magazine Sept/Oct 2017
CLICK HERE TO DOWNLOAD Vicharyatra E-Magazine/Free-Magazine Sept Oct 2017
હકારાત્મક વિચારોની આતશબાજી,
મીઠી વાણીની મીઠાઈ,
સ્વચ્છતાના ઘરેણાં થકી
આપ સર્વેને
દેશહિતની દિવાળીના વચન સાથે
દિવાળી અને નવા વર્ષની અનેક
શુભેચ્છાઓ
~ મૌલિક “વિચાર”
પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazine/Free-Magazineને જોતજોતામાં તો 2 વર્ષ પણ પૂર્ણ થઇ ગયા છે, અને આગામી નવેમ્બરના અંકથી વિચારયાત્રા ત્રીજા વર્ષમાં પ્રવેશ કરશે.
સતત બે વર્ષથી આ “વિચારયાત્રા” અને વિચારયાત્રા સાથે સંકળાયેલ તમામ લેખકોના સાથ સહકારથી ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું. કવિશ્રી અનિલ ચાવડા, કવયિત્રી લેખિકા શ્રી લતા હીરાણી, લેખિકા શ્રી નીલમ દોશી, પરમ શુભેચ્છક શ્રી હેમલ વૈષ્ણવ આવાં ઘણાં બધા લેખકો છે જેઓ એ એમની અત્યંત વ્યસ્તતાની વચ્ચે પણ વિચારયાત્રાને પ્રેમ, હૂંફ અને સમય આપ્યો.
આ મહિને વિચારયાત્રામાં “ઓળખ” વિભાગમાં શાબ્દિક મુલાકાત અંગે મારા પ્રિય લેખક, જેમના સુવાક્યો અને લેખોથી હંમેશા મને માર્ગદર્શન મળતું રહ્યું છે તેવાં શ્રી કૃષ્ણકાંત ઉનડકટ સાથે વાત કરવાનો મોકો મળ્યો અને એ 45 મિનિટની ફોન ઉપરની વાતચીત જાણે જીવનનો મોટામાં મોટો લેસન હોય એવો અનુભવ થયો. એમના એક-એક વાક્યમાં જીવનશૈલીની અનેક શીખ મળતી ગઈ. એમની ધીરજ અને નમ્રતાને અનેક વંદન અને એમનો કિંમતી સમય ફાળવવા બદલ ખુબ ખુબ આભાર.
હંમેશા કહેતો આવ્યો છું તેમ વિચારયાત્રા હવે સંઘ બની ગયો છે, રોજેરોજ વાચક મિત્રોના પ્રેમથી જેટલી ઉર્જા મળે છે તેટલી જ ઉર્જા વિચારયાત્રા સાથે સંકળાયેલ લેખકો અને શુભેચ્છકો તરફથી મળે છે. શબ્દ સહાય માટે આરતી બહેનનો સદાય ઋણી રહીશ, તેવી જ રીતે અંગત મિત્ર શ્રી પ્રકાશ સુથાર જેઓ વિચારયાત્રાનું designing કરે છે, તેમની હાજરી અને માર્ગદર્શન સિવાય વિચારયાત્રાનો આ શણગાર શક્ય નથી.
વિચારયાત્રાના પહેલાં અંકથી સંકળાયેલ તમામ લેખકગણ, ભાઈશ્રી કવન આચાર્ય, કર્ણવી શાહ, નેન્સી શેઠવાળા, અર્ચિતા પંડયા, રશ્મિ જાગીરદાર, કવિ શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ફિલ્મ પ્રોડ્યૂસર અને મોટાભાઈ સમા રિતેશ મોકાસણા, ચેતના બહેન ઠાકોર અને અઠવાડિયામાં એકાદ વખત અમેરિકાથી “જય શ્રી ક્રિષ્ન બેટા” taglineથી આશીર્વાદ આપતા પ્રવીણા આંટી અને અન્ય લેખકો જે વાર તહેવારે વિચારયાત્રા E-Magazine/Free-Magazineને પોતાનું શબ્દદાન આપતા રહ્યા છે તેવા તમામ લેખક અને સહાયકોને વંદન કરું છું.
“વિચારયાત્રા” માતૃભાષા શીખી શકું એ માટેનો મારો નમ્ર પ્રયાસ છે, અચૂક ક્યાંકને ક્યાંક ભૂલ રહી જતી હશે તે બદલ હું માફી માંગુ છું. અને શક્ય તેટલી સહાય અને સાથની આશા રાખું છું.
મૌલિક “વિચાર”
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
VICHARYATRA AUGUST 2017
પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazineના ઑગસ્ટ મહિનાના અંકને વિનામૂલ્યે download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
VICHARYATRA AUGUST 2017
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
It was super proud talking to young talent Manasvi Shah and Manasvi Nag & Dhrupad Mehta who are working hard for literature through मुकममल an open evening to recite your poetry.
please click below to visit their blog.
http://nathinonsense.com/
VICHARYATRA JULY 2017
Click Below to Download Vicharyatra July 2017 E-Magazine / Free Magazine
Special thanks to : Prakash Suthar & Arti Parikh
VICHARYATRA JUNE 2017 (E-Magazine/Free-Magazine)
પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazineના જૂન મહિનાના અંકને વિનામૂલ્યે download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
VICHARYATRA June 2017
Thanks to all writers associated with Vicharyatra.
Special thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
વિચારયાત્રા મે ૨૦૧૭
પ્રિય વાંચક મિત્રો,
વિચારયાત્રા E-Magazineના મે મહિનાના અંકને વિનામૂલ્યે download કરવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
વિચારયાત્રા મે ૨૦૧૭
Special Thanks to Prakash Suthar & Arti Parikh for their valuable support.
“ઓળખ” કૉલમમાં વાંચો શ્રી જિજ્ઞેશ અધ્યારૂ સાથે ખાસ મુલાકાત, એમની સાથેની વાતચીત દરમ્યાન એમની પ્રિય બે માઈક્રોફિક્શન વાર્તાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો, જે સર્જન પુસ્તકમાં અને અહીં ઇન્ટરવ્યુમાં પણ સમાવી શક્યાં નથી. છતાં તે બંને વાર્તા આપ અહીં વાંચી શકો છો.
લેટ્સ ટૉક
શંકા તો પહેલેથી જ હતી. આ તે કંઈ ઉંમર છે? મેસેજ છે ‘વોન્ટ ટુ લવ યૂ એઝ મચ એઝ આઈ કેન!’ દસમા ધોરણમાં છોકરીને તે વળી લવ થતો હશે?
આ તો અનાયાસ મોબાઈલ હાથમાં લીધો ને સામે જ વોટ્સએપ પર મેસેજ ફ્લેશ થયો.. નહીંતર એ કદી ક્યાં શીતલનો મોબાઈલ ચેક કરવાની?
સંધ્યાની આંખોમાં પ્રશ્નો હતા, મમ્મીના હાથમાં પોતાનો મોબાઈલ જોઈને શીતલના ધબકારા વધ્યા.. ‘મોમ, આઈ કેન એક્સપ્લેઈન..’
‘ના દીકરા.. બીલીવ મી, તારા અસ્તિત્વનું કારણ તું મને નહીં સમજાવી શકે.. બટ લેટ્સ ટૉક..’
પાંચસોની નોટ
સાંજના પોણા આઠ થયા, ટ્રેનના ડબ્બાને સાફ કરતા એ ગંદા છોકરાને જોઈને ઉર્વિ સંકોચાઈને બેઠી, એણે હાથ લાંબો કરી પૈસા માંગ્યા ત્યારે બારી બહાર જોઈ તેને જોયો જ નથી એમ અવગણ્યો.. પણ એ ય ક્યાં ઓછો હતો? સામે જ નીચે બેઠો.. આખો ડબ્બો સાફ થઈ ગયો હતો, એ પોતાની કમાણી ગણવા લાગ્યો.
એણે પોતાના માટે પૂરીભાજી અને નાનકા માટે દૂધ લીધું. જમીને હાથ ધોયા, પાણી પીધું, નાનકાને દૂધ પીવડાવ્યું ને પછી બેઠા બેઠા સૂવાનો પ્રયત્ન આદર્યો.
ત્રણેક કલાક થયા ને નાનકાએ રડવાનું શરૂ કર્યું, પાણીની બોટલ ખાલી થઈ ગયેલી. સૂરત આવ્યું, પાણીવાળાને બોલાવીને બોટલ લીધી, છૂટ્ટા નહોતા એટલે પાંચસોની નોટ આપી.. પેલો કહે, ‘બેન, આ નોટ આજથી નહીં ચાલે, છૂટ્ટા આપો..’
આખુ પાકિટ ફેંદી વળી પણ માંડ આઠ રૂપિયા છુટ્ટા નીકળ્યા. ગાડીએ વ્હિસલ વગાડી.. અસમંજસમાં ગૂંથાઈ, નાનકાએ જોરથી ભેંકડો તાણ્યો.. પેલા છોકરાએ હાથ લંબાવ્યો.. એમાં વીસની નોટ હતી.. ચોળાયેલી, ગંદી.. ઉર્વિએ હાથ લંબાવ્યો..
શ્રી જિજ્ઞેશ અધ્યારૂ અને એમની ટીમના તમામ સભ્યોને હૃદયથી અભિનંદન.