પ્રકરણ -2 ″હોપસ્કોપ”- મૌલિક નાગર — “બેઠક” Bethak

ये परिंदे भी कितने नादान है,मेहफूस हाथो को पहचान नहीं पाते. ‘મૅડમ, ખાલી પાંચ જ દિવસ, જેવા માંના દર્શન થશે એટલે તરત જ એસ.ટી બસમાં પાછો આવી જઈશ’, હોસ્પિટલના અટેન્ડન્ટ રઘુ એ ઘભરાતા સ્વરે ડૉ રૂચિતાને અરજી કરી.‘અલ્યા ભાઈ, અઠવાડિયામાં ચાર દિવસ તો તું કોઈકના કોઈક બહાને વહેલો જાય છે, મોડો આવે છે, રજાઓ પાડે […]

પ્રકરણ -2 ″હોપસ્કોપ”- મૌલિક નાગર — “બેઠક” Bethak

પ્રકરણ -1″હોપસ્કોપ”-મૌલિક નાગર

જિંદગી ના મિલેગી દુબારા “હે કૃષ્ણ, હે વ્હાલા, બસ હવે તો તારી પર જ આશા છે, બધું જ તારા હાથમાં છે.” ચક્મકીત આરસની મૂર્તિ સામે, અંખડ ઘીનો દીવો AC ના પવનના જોરની સામે સ્થિર અડગ પ્રગટે છે, હોસ્પિટલના પરિસરમાં બનાવેલ મંદિરમાં નિર્દોષ સ્મિત કરતી કૃષ્ણની મૂર્તિ સામે એક યુવાન છોકરી મોત અને જીવનની વચ્ચે ઝૂલતા એના જિવાનસાથીના […]

પ્રકરણ -1″હોપસ્કોપ”-મૌલિક નાગર

મન એક મત અનેક

મન કે મતે ન ચાલીએ, મન કે મતે અનેક,
જો મન પર અસવાર હૈ, સો સાધુ કોઈ એક.

મનમાં ગુચ્ચમ આવે એટલે આપણા વર્તન અને વહેવારમાં પણ ગુચ્ચમ આવે. મનને મનાવવું અને કાબુમાં રાખવું એટલે ડાહ્યા માણસને ગાંડા માણસનું ઉદાહરણ આપવા બરાબર છે.
મનની નિર્મળ સપાટી ઉપર વિચારોના અનેક મોજા ઉછળતા હોય છે. મનને જયારે પસંદગી કરવાની આવે છે ત્યારે જ એના જ્ઞાનની કસોટી થાય છે.
જો વિકલ્પ એક બે કે ચાર હોય તો હજી પણ કઠીન નથી પણ અહીં તો અનેક મતોની વચ્ચે એક જ મતની પસંદગી કરવાની અને એ પણ વિચારોના હીતમાં.

પંદરમી સદીમાં સંત કબીર જે કહે છે તે અત્યારે અત્યંત તાજું હોય એવી અનુભૂતિ થાય છે. જાણે કે એ મહાન આત્માને આજના દિવસો ચોખ્ખા દેખાતા હશે.
સંત કબીરનો મુખ્ય મુદ્દો માત્ર જ્ઞાન જ છે. પોતાને જ પોતાનું જ્ઞાન. આ જમાનાનો માણસ હંમેશા કોઈક અને કોઈક બાબતે મૂંઝવાયેલો જ હોય છે. કોઈ પણ કાર્યને લઈને મન અનેક મત આપે છે. મન પણ જાણે માણસના ચારિત્રની પરીક્ષા કરતો હોય એમ માણસની કસોટી કર્યા જ કરે છે. અંતે માણસ રાજસીક ક્યાં તો તામસી નિર્ણયોમાં જ ફસાય છે. સાત્વિક મત સામે જાણે આ જમાનાને જ વેર છે, અને જે આ રાજસીક ક્યાં તો તામસી મતને માત આપે છે એ જ સાચો સંત છે. સંત કે સાધુ એટલે આપણો કહેવાતો લાંબા વાળવાળો બાવો નહિ પણ પોતાની વિચાર અને વર્તનની મર્યાદા સમજે તે વ્યક્તિ.

પુષ્પ : આપણા મનમાં કેળવેલા સાચા મતની પસંદગી એ જ ઈશ્વરની સાચી બંદગી છે.

– મૌલિક “વિચાર”

વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ

વાંચન એટલે આંખથી આંખ ઉઘાડવાની પ્રવૃત્તિ – મૌલિક “વિચાર”

અમીદ્રષ્ટિનું અલ્પવિરામ

હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.

ઠેર ઠેર આજ અજંપો વર્તાયો છે, કેમ કરે છે તું પરીક્ષા?
તારા અનુરાગની જાણ છે હૃદયને, તારી અમૃતવાણીની જ પ્રતીક્ષા.

તું જ છે તારી રચનાનો સારથી અને તું જ આ પિંડનો તારણહાર.
અમ કૂંપણ જીવ કરમાય તે પહેલા દે આશિષ પારાવાર.

એક આભ નીચે અમે એક જ માના બાળક
તને અરજ અમે કરીયે છીએ.
થાપણ લઇ આ સત્કર્મોની,
અનેક સદ્દવિચાર ધરીએ છીએ.

હે ઈશ્વર, તારી અમીદ્રષ્ટિનું આજ અલ્પવિરામ લાગે છે,
હું બાળ તારો નાદાન હૃદયથી સૃષ્ટિની શાતા માંગે છે.
– મૌલિક “વિચાર”

સ્પર્શ

“સ્પર્શ આપણી લાગણીનો દસ્તાવેજ છે,
આંખના ખુણે આજે હરખનો ભેજ છે,
હે જનેતા કઈ રીતે વ્યક્ત કરું આ ઋણાનુબંધ,
મારી પાસે તો શબ્દો જ સહેજ છે.” – મૌલિક “વિચાર”

દરેક કર્મ સૈનિકોને વંદન

આવેગમાં આવેલ આ મહામારીને નાથવા,
રાત દિવસ જાગતા,
ખડે પગે ભાગતા,
દેવ જેવા લાગતા,
મારા દાક્તર મિત્રોને સલામ છે.

પોતાની પરવાહ નથી માત્ર સમાજ માટે,
જવાબદારી બમણી છે,
સેવાની લાગણી છે,
સંભાળની માંગણી છે,
એવા મારા દાક્તર મિત્રોને સલામ છે.

મોતના હિલ્લોળા ખાતા દર્દીને બાથ ભરી,
સ્નેહની હૂંફ આપી
સ્મિતથી ફૂંક આપી,
સુકુનનું સુખ આપી
એવા મારા દાક્તર મિત્રોને સલામ છે.

આપ સૌ મારા પરિવારના મિત્રો છો,
સમાજના મિત્રો છો,
આપ હકારની મશાલ છો,
અને હૃદયથી વિશાળ છો.

સર્વે કર્મ સૈનિકોની હાજરીનું મને ગર્વ છે,
આપ સૌની સફળતાનો આ અનેરો પર્વ છે.
સમય તો માત્ર માંગ છે
પણ હૃદયથી
એકએક ક્ષણ આપને શબ્દોના ગડગડાટથી નતમસ્તક કોટી કોટી વંદન.
મૌલિક “વિચાર”
તા ૨૨/૦૩/૨૦૨૦

ઈશ્વરનો સાથ

ખોટા નિર્ણયનો સંતોષ
જયારે સાચા નિર્ણયના
આયુષ્ય કરતા વધારે હોય
તો સમજવું કે ઈશ્વર તમારી સાથે છે.
– મૌલિક “વિચાર”

સમાજનું વડીલ કોણ?

સંસ્કાર આપે તે વડીલ માટે સમાજની વડીલ માતૃભાષા. – મૌલિક “વિચાર”

તારા નામનું રટણ

આ માત્ર પલકારો જ નથી, તારા નામનું રટણ છે. મૌલિક “વિચાર”